ઇથિલિન ઑક્સાઇડ વિશે વધુ જાણકારી ક્યાંથી મેળવવી
નોંધ: આ પૃષ્ઠ પરની મોટાભાગની લિંક્સમાં અંગ્રેજી સામગ્રી છે.
EPA, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ અને કંપનીઓ કે જે ઇથિલિન ઑક્સાઇડ (EtO)નો ઉપયોગ કરે છે તે કાર્ય પર વિગોપિત થતા લોકો અને તેઓના સમુદાયો માટે બે પ્રાથમિક માર્ગે EtOની માત્રામાં ઘટાડો કરવા માટે જવાબદાર છે:જેમાં કામદારોના સ્વાસ્થ્યનું રક્ષણ કરે તે માટેના પગલાં લઈને; અને બહારની હવા સુધી પહોંચતા EtO ની માત્રાને મર્યાદિત કરીને, જંતુનાશક લેબલો પર સ્પષ્ટ દિશાસૂચનો પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
જો તમે જ્યાં રહો છો ત્યાં EtO વિગોપન વિશે તમને ચિંતા હોય, તો તમારે તમારા સ્થાનિક આરોગ્ય વિભાગનો, તમારી રાજ્ય પર્યાવરણીય સત્તા અથવા EPAનો સંપર્ક કરવાનો રહેશે. તમે તમારા સમુદાયમાંથી આ પ્રદૂષક વિશે, અને તમે કેવી રીતે નિયમનકારી પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકો છો તે વિશે પણ વધુ જાણકારી મેળવી શકો છો.
તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો
પુખ્ત વયના લોકો માટે
તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવી હંમેશા મહત્વપૂર્ણ હોય છે. જો તમને લાગે કે તમે બહારની હવામાંથી કે જંતુનાશકોના ઉપયોગ મારફત ઇથિલિન ઑક્સાઇડથી વિગોપિત થઈ રહ્યા છો, તો સુનિશ્ચિત કરો કે તમે નિયમિત આરોગ્ય સ્ક્રિનિંગ કરાવશો અને ડૉક્ટરની મુલાકાતો લેશો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ હોય કે જે તમને લાગે છે કે EtO ના વિગોપન સાથે સંબંધિત છે, તો આરોગ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરવાથી શરૂઆત કરો. આ ઉપરાંત,એજન્સી ફોર ટોક્સિક સબસ્ટેન્સિસ એન્ડ ડિસિસ રજીસ્ટ્રી (ATSDR)એ સ્વાસ્થ્યને લગતા અભ્યાસના સંશોધનોના આધારે EtOને લગતા એક્સપોઝર તથા સ્વાસ્થ સ્થિતિ વચ્ચેના સહયોગ વિશે સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા મદદરૂપ બની શકે છે. તમે EtO@cdc.gov પર ATSDR શોધી શકો છો.
EtO અને તમારા બાળકનું સ્વાસ્થ્ય
જો તમે EtO અને તમારા બાળકના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવ, તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક કરવો એ એક સારી શરૂઆત છે. જો તમારા પ્રદાતા EtO થી પરિચિત નથી, તો તેઓ તમારા વિસ્તારમાં સેવા આપતા પેડિએટ્રિક એન્વાયર્નમેન્ટલ હેલ્થ સ્પેશ્યલ્ટી યુનિટ (PEHSU)નો સંપર્ક કરવા તમારી સાથે કામ કરી શકે છે. EPA અને ATSDR, PEHSU જે તબીબી માહિતી અને પર્યાવરણીય સ્થિતિઓ જે પ્રજનનક્ષમતા અને બાળકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે તે અંગેની સલાહનો સ્ત્રોત છે તેના માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે. જો તમારી પાસે ડૉક્ટર નથી, તો તમે તમારા વિસ્તાર માટેના PEHSU નો સીધો સંપર્ક સાધી શકો છો.
EtO અને સ્વાસ્થ્ય વિશે વધુ વિગતો જોઈએ છે?
આ હકીકત પત્રકમાંની માહિતી ઉપરાંત, આ સંઘીય સંસાધનો મદદરૂપ થઈ શકે છે:
- હવાના જોખમી પ્રદૂષકો માટે EPA ની આરોગ્ય અસરો નોટબુકમાં EtO પરના સારાંશના હકીકત પત્રકનો સમાવેશ થાય છે: ઇથિલિન ઑક્સાઇડ - CAS 75-21-8 (pdf) (12/20/2018)
- હવામાં રહેલ ઇથિલિન ઑક્સાઇડ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો અને જવાબો.
- જંતુનાશક તરીકે EtO નો ઉપયોગ કેવી રીતે થાય છે તે માટેના EPA ના ચાલુ રહેતા પુનઃમૂલ્યાંકન વિશેની માહિતી
- EPAના 2016ના અદ્યતન કરેલ અંતિમ ઇન્ટિગ્રેટેડ રિસ્ક ઇન્ફર્મેશન સિસ્ટમ (IRIS) આકારણીએ નિષ્કર્ષ કાઢેલ છે કે EtO એ શ્વસન માર્ગના સંપર્કમાં આવવાથી માનવો માટે કાર્સિનોજેનિક છે. આ આકારણી માટેના ટેકનિકલ દસ્તાવેજો વાંચો.
- નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો ઇથિલિન ઑક્સાઇડના વિગોપન સાથે જોડાયેલ સ્વાસ્થ્ય અસરો પરનો સારાંશ.
તમારા સમુદાયમાંથી EtO વિશે વધુ જાણકારી મેળવો
EPA ની ટૉક્સિક્સ રિલીઝ ઈન્વેન્ટરી (TRI)
EPA ની TRI ઝેરી રસાયણોના જથ્થા જે વાર્ષિક ધોરણે હવા, પાણી અને જમીન પર છોડવામાં આવે છે તેના વિશે માહિતી પ્રદાન કરે છે અથવા જે અન્યથા સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં સવલતો દ્વારા કચરા તરીકે સંચાલિત કરવામાં આવે છે. આ સવલતોમાં મોટે ભાગે મેટલ માઇનિંગ, ઇલેક્ટ્રિક પાવર જનરેશન, રાસાયણિક ઉત્પાદન અને જોખમી કચરાની ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલ સવલતોનો સમાવેશ થતો હોય છે અને તેમાં સંઘીય સવલતોનો પણ સમાવેશ થાય છે. ઇથિલિન ઑક્સાઇડ એ TRI-સૂચિત રસાયણ છે, અને સવલતોએ તેનો અહેવાલ આપવાની જરૂર પડે છે જો તેઓ ઉત્પાદન અથવા પ્રક્રિયા જેવી પ્રવૃત્તિઓ માટે થ્રેશોલ્ડની માત્રાને ઓળંગી જાય.
નોંધ: તમામ ઔદ્યોગિક ક્ષેત્રો TRI પ્રોગ્રામ દ્વારા આવરી લેવામાં આવતા નથી,અને આવરી લેવાયેલા ક્ષેત્રોમાંની તમામ સવલતોએ અહેવાલ આપવાની જરૂરી નથી. EtO અંગેની TRI માહિતીના સારાંશ માટે,2019 TRI EtO હકીકત પત્રકજુઓ. તમે તમારી નજીકમાં ઇથિલિન ઑક્સાઇડના ઉત્સર્જનનો અહેવાલ આપતી સવલતોને શોધવા માટેTRI સર્ચ પ્લસનો ઉપયોગ પણ કરી શકો છો.
EPA ની નેશનલ ઇમિશન ઇન્વેન્ટરી (રાષ્ટ્રીય ઉત્સર્જન ઇન્વેન્ટરી) (NEI)
EPA ની NEI હવાના પ્રદૂષકોના ઉત્સર્જનનો વિગતવાર અંદાજ પૂરો પાડે છે, જેમાં હવાના જોખમી પ્રદૂષકોનો સમાવેશ થાય છે (EtO એ હવાનું જોખમી પ્રદૂષક છે). મુખ્યત્વે રાજ્ય, સ્થાનિક અને આદિજાતિ (ટ્રાઇબલ) સરકારો દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટાના આધારે આ ઇન્વેન્ટરી દર ત્રણ વર્ષે બહાર પાડવામાં આવે છે. કારણ કે રાજ્ય, સ્થાનિક અને આદિજાતિ સરકારોએ NEI ને હવાના જોખમી પ્રદૂષકોનો અહેવાલ આપવાની જરૂર નથી, આ ઇન્વેન્ટરીમાં દેશમાંના દરેક રસાયણ અથવા સવલતોનો સમાવેશ થતો નથી.
પાનાની ટોચ પરની "ફેસિલિટિ મેપિંગ" લિંકનો ઉપયોગ કરીને NEI માંથી EtO વિશેની માહિતી મેળવો. તમારું રાજ્ય પસંદ કરો, ત્યાર બાદ પ્રદૂષક સૂચિમાંથી ઇથિલિન ઑક્સાઇડ પસંદ કરો ("HAP" હેઠળની પ્રદૂષક સૂચિમાં). નકશાનું નિર્માણ કરવા માટે સબમિટ પર ક્લિક કરો. એકવાર તમે નકશો જોઈ લો, ત્યાર બાદ તમે વ્યક્તિગત સવલતોમાંથી અહેવાલિત થયેલ EtO ઉત્સર્જનની માત્રા શોધવા માટે લાલ બિંદુઓના નકશા પર ક્લિક કરી શકો છો, અથવા તમે તે માહિતી જોવા માટે નકશાની નીચેના કોષ્ટકનો ઉપયોગ કરી શકો છો. તમે પાના પરની ડેટા ક્વેરી લિંકનો ઉપયોગ કરીને ઔદ્યોગિક શ્રેણી દ્વારા થતા કુલ EtO ઉત્સર્જન માટે પણ શોધી શકો છો.
રાજ્ય અથવા સ્થાનિક એર એજન્સીઓ માહિતીનો સ્ત્રોત હોઈ શકે છે
ઘણી સવલતો પાસે હવામાં પ્રદૂષણ બહાર કાઢવા માટેની પરમીટ હોવી જરૂરી છે. આ પરમીટો ઉત્સર્જિત કરી શકાતા પ્રદૂષકોની માત્રાને મર્યાદિત કરે છે. સામાન્યપણે પરમીટ આપવાની જવાબદારી રાજ્ય અને સ્થાનિક એજન્સીઓની હોય છે, અને કેટલીક પોસ્ટ પરમીટ તેઓની વેબસાઇટ પર હોય છે. તમારા વિસ્તારની રાજ્ય એજન્સીની ખાતરી નથી કે તે આવી પરમીટો જારી કરે છે? તમારી રાજ્ય પર્યાવરણીય એજન્સી શરૂઆત કરવા માટેનું સારું સ્થળ છે.
કેટલાક રાજ્યો EtO માટેના તેઓના પોતાના હવાના નિયમો ધરાવે છે. તમારી વ્યક્તિગત રાજ્ય પર્યાવરણીય એજન્સી અથવા આરોગ્ય વિભાગ પાસે, સ્થાનિક નિયમોની રૂપરેખા અને ઉત્સર્જન ઘટાડવા અને સમુદાયોને જાણ કરવા માટે તેઓ જે પ્રયાસો કરી રહ્યાં છે તે માટેના સંસાધનો પણ ઉપલબ્ધ હોઈ શકે છે.
જ્યારે જાહેર ઇનપુટ માટેની તકો મળે ત્યારે EPA ના EtO માટેની કામગીરીને જાણવા અદ્યતન રહેવું
હવાના નિયમોની સમીક્ષા
EPA વર્તમાન નિયમોની સમીક્ષા કરી રહ્યું છે જે ઔદ્યોગિક EtO નાં હવામાં થતા ઉત્સર્જનને મર્યાદિત કરે છે, અને તે રાજ્ય એર એજન્સીઓને સહાયતા પૂરી પાડે છે કારણ કે તેઓ તેમના અધિકારક્ષેત્રમાં સવલતોમાંથી EtO ઉત્સર્જન વિશે વધુ જાણવા અને પ્રારંભિક ઘટાડા માટેની તકો ઓળખવાની કામગીરી કરે છે. આ કામગીરી પરના અપડેટ્સ વાંચો.
EtO ના જંતુનાશક તરીકેના ઉપયોગોનું પુનઃમૂલ્યાંકન
જેમ તે તમામ જંતુનાશકો માટે કરે છે તેમ, EPA, દર 15 વર્ષે EtO ના જંતુનાશક તરીકેના ઉપયોગોનું પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે તે સુનિશ્ચિત કરવા કે માનવ સ્વાસ્થ્ય અથવા પર્યાવરણ પર ગેરવાજબી પ્રતિકૂળ અસરો વિના જંતુનાશક તેના ધાર્યા કાર્યો કરી શકે છે. આ સમીક્ષા સાથે સંબંધિત દસ્તાવેજો વાંચો.
ફેડરલ (સંઘીય) નિયમનિર્માણની પ્રક્રિયામાં કેવી રીતે સહભાગી થવું તે જાણો
જ્યારે EPA પ્રસ્તાવિત નિયમ પ્રકાશિત કરે છે, ત્યારે તેમાં ટિપ્પણી અવધિનો સમાવેશ હોય છે. તે સમય દરમિયાન, કોઈપણ વ્યક્તિ પ્રસ્તાવિત કરેલ નિયમનના કોઈપણ પાસા વિશે એજન્સીને ટિપ્પણીઓ પૂરી પાડી શકે છે. કેટલાક નિયમો માટે, EPA જાહેર સુનાવણી રાખે છે જ્યાં તમે વ્યક્તિગત રૂપે ટિપ્પણીઓ આપી શકો છો. એજન્સી હંમેશા લેખિતમાં ટિપ્પણીઓનો સ્વીકાર કરે છે. બધી ટિપ્પણીઓ - ભલે તે વ્યક્તિગત રીતે હોય કે લેખિતમાં - સમાન સ્તરે વિચારણા પામશે.
- અસરકારક ટિપ્પણીઓ પ્રદાન કરવા માટેના સૂચનો વાંચો.
- EPA એ, EPA નિયમનિર્માણની પ્રક્રિયામાં અસરકારક ઇનપુટ પ્રદાન કરવા માટેની ટેકનિકો અને કૌશલ્યો પર વેબિનાર પણ યોજ્યા છે. રેકૉર્ડિંગ જુઓ.
- વેબિનાર સ્લાઇડ્સ જુઓ: એપ્રિલ 24, 2019 - વેબિનાર સ્લાઇડ્સ - નિયમનિર્માણ અંગે અસરકારક ઇનપુટ (pdf)
EPA, EtO વિશે શું અભ્યાસ કરી રહ્યું છે તે જાણો
બેકગ્રાઉન્ડ EtO માટેનું નિયંત્રણ
EPA અને સંખ્યાબંધ રાજ્યો હવામાં કેટલું EtO હાજર છે તે જાણવા માટે હાલની, લાંબાગાળાની નિયંત્રણ સાઇટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે જે વર્તમાન ડેટા અને પદ્ધતિઓના આધારે ચોક્કસ સવલતોને આભારી ન હોઈ શકે. હકીકત પત્રક વાંચો જે આ કામગીરીનો સારાંશ પૂરો પાડે છે: ઇથિલિન ઑક્સાઇડના બેકગ્રાઉન્ડ સ્તરોને સમજવા માટે EPAની કામગીરી (pdf)
સંશોધન હાથ ધરે છે
EPA, પર્યાવરણ મારફત EtO કેવી રીતે આગળ વધે છે તે વિશે વધુ જાણવા અને બહારની હવામાં તેનું વધુ ચોક્કસ રીતે માપન કરવા માટેની પદ્ધતિઓ વિકસાવવા માટે સંશોધન પણ કરી રહ્યું છે. તે કામગીરી અંગેના અપડેટ્સ વાંચો.
અન્ય ફેડરલ (સંઘીય) એજન્સીઓમાં ચાલુ રહેલ કામગીરી અને જરૂરિયાતો વિશે જાણો
રોગ નિયંત્રણ માટેના કેન્દ્રો
- એજન્સી ફોર ટૉક્સિક સબસ્ટન્સિસ ઍન્ડ ડિસીઝ રજિસ્ટ્રી (ATSDR) EtO અંગેની વૈજ્ઞાનિક અને આરોગ્ય અસરોની માહિતી પ્રદાન કરે છે. એક સંસાધન ઇથિલિન ઑક્સાઇડ માટે ATSDR ની ટૉક્સિકોલોજિકલ પ્રોફાઇલ અને તેની સાથેનું માહિતી પત્રક ToxFAQsTM છે.TM.
- ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઑક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (NIOSH) એ એક સંશોધન એજન્સી છે જે સલામત અને સ્વસ્થ રીતે કામ કરવાની પરિસ્થિતિઓને સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. EtO અંગે NIOSH સંસાધનોનું ઍક્સેસ.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)
"જંતુરહિત" લેબલવાળા તબીબી ઉપકરણો બજારમાં જાય તે પૂર્વે, FDA નિયમનકારી સબમિશનમાં પૂરી પાડવામાં આવેલ સ્ટરિલાઇઝેશન માહિતીની સમીક્ષા કરે છે. FDA તબીબી ઉપકરણોને જંતુરહિત કરતી સવલતોનું પણ નિરીક્ષણ કરે છે તે સુનિશ્ચિત કરવા કે સ્ટરિલાઈઝેશન પ્રક્રિયાઓનું પ્રમાણીકરણ થયેલ છે. સ્ટરિલાઇઝેશન પ્રક્રિયાઓનું સામાન્ય રીતે FDA-માન્ય સર્વસંમતિ માનકોનો ઉપયોગ કરીને પ્રમાણીકરણ કરવામાં આવે છે. FDA, નવી સ્ટરિલાઇઝેશન પદ્ધતિઓ અને ટેકનોલોજિઓને ઓળખવા અને ઇથિલિન ઑક્સાઇડના ઉત્સર્જનોમાં ઘટાડો કરવા નવીનતમ પડકારોનું સંચાલન કરી રહ્યું છે. નવતર પડકારો અંગે વધુ જાણો.
ઑક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન (OSHA)
OSHAએ EtO વિગોપન માટેના કાર્યસ્થળ પરના માનકો સેટ કરેલ છેઅને નિયોજકો માટે અન્ય સંસાધનો પૂરા પાડે છે. OSHAપાસેનું હકીકત પત્રક વાંચો (pdf).