ઇથિલિન ઑક્સાઇડને નિયંત્રિત કરવા અને રસાયણ વિશે વધુ જાણવા માટે EPA શું કરી રહ્યું છે
જાણવા માટે EPA શું કરી રહ્યું છે
નોંધ: આ પૃષ્ઠ પરની મોટાભાગની લિંક્સમાં અંગ્રેજી સામગ્રી છે.
EPA માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરવાના તેના ધ્યેયને અનુસરે છે, ઇથિલિન ઑક્સાઇડ (EtO)ને નિયંત્રિત કરવું એ એજન્સી માટે અગ્રીમતા છે. જ્યારે EPA વિવિધ પર્યાવરણીય કાયદાઓ હેઠળ EtO નું નિયમન કરે છે, ત્યારે આ રસાયણની અસર ઘટાડવા માટેના એજન્સીના વર્તમાન પ્રયાસો મુખ્ય બે વર્ગોમાં કરવામાં આવે છે: EtO નું હવામાં ઉત્સર્જન અને EtO નો જંતુનાશક તરીકે ઉપયોગ.
EPA તેના વર્તમાન હવાના નિયમો જે ચોક્કસ પ્રકારના ઉદ્યોગોને બહારની હવામાં છોડવાની EtO ની માત્રાને મર્યાદિત કરે છે તેની સમીક્ષા કરી રહી છે તે નિર્ધારિત કરવા કે EtO ઉત્સર્જન માટેના કાનૂની માનકોને વધુ મજબૂત કરી શકાય કે કેમ. ઉદ્યોગ ઉત્સર્જનમાં ઘટાડો કરી શકે તેવા માર્ગો છે, અને EPA રાજ્ય, સ્થાનિક અને આદિજાતિ (ટ્રાઇબલ) હવાઈ એજન્સી ભાગીદારો અને કંપનીઓ સાથે મળીને ઉત્સર્જન ઘટાડવાની તકો ઓળખવા માટે રાષ્ટ્રીય નિયમો હાંસલ કરી શકે તેના કરતાં વધુ ઝડપથી કામ કરી રહ્યું છે.
EtO નો વપરાશ કરતા કામદારો અને આસપાસના સમુદાયોમાં રહેતા લોકોના સંરક્ષણ માટે એજન્સી જંતુનાશક જોખમ ઘટાડવાની જરૂરિયાતો પણ વિકસાવી રહી છે. ઉપરાંત, EPA નિયમિતપણે રાજ્યની એજન્સીઓને હવામાં રહેતા EtOના માપન અંગેની માહિતી પ્રદાન કરે છે. એજન્સી બહારની હવામાં રહેલ EtO સામગ્રીનું માપન કરવાની અમારી ક્ષમતાને સુધારવા માટે સંશોધનનું સંચાલન અને સહાયતા પણ કરી રહી છે.
EPA હવામાં EtO ઉત્સર્જન કરતા ઉદ્યોગો માટે ક્લિન એર એક્ટના નિયમોની સમીક્ષા કરી રહ્યું છે
2018 થી, EtO ઉત્સર્જન ઘટાડવાના બે-ભાગના અભિગમના ભાગ રૂપે, EPA બહારની હવામાં રસાયણ છોડતી સવલતો માટે તેના ક્લિન એર એક્ટના નિયમોની સમીક્ષા કરી રહ્યું છે. આ પ્રકારના નિયમો હવાના જોખમી પ્રદૂષકો માટે રાષ્ટ્રીય ઉત્સર્જન માનકો અથવા NESHAP તરીકે ઓળખાય છે. હવાના જોખમી પ્રદૂષકોને "એર ટૉક્સિક" તરીકે પણ ઓળખવામાં આવે છે.
એજન્સીએ તેની સમીક્ષાની શરૂઆત બે નિયમો સાથે કરી છે:
-
મિસેલેનિઅસ ઓર્ગેનિક કેમિકલ મેન્યુફેક્ચરિંગ માટેના એર ટૉક્સિક્સ નિયમ, જેને ઘણીવખત "the MON” કહેવામાં આવે છે.
આ નિયમ રસાયણોનું ઉત્પાદન કરતા પ્લાન્ટો માટે લાગુ પડે છે. "જોખમ અને ટેકનોલોજિ" સમીક્ષા હાથ ધર્યા બાદ, EPA એ ઓગસ્ટ 2020 માં એક અંતિમ નિયમ પ્રકાશિત કર્યો જેમાં આસપાસના સમુદાયો માટે જોખમ ઘટાડવા અને જાહેર આરોગ્યને સુરક્ષિત કરવા માટે ઇથિલિન ઑક્સાઈડ ઉત્સર્જન કરતા અમુક સાધનો અને પ્રક્રિયાઓ પર વધારાના નિયંત્રણોની જરૂર પડે છે.
ઘણા રાસાયણિક પ્લાન્ટો બહુવિધ એર ટૉક્સિક નિયમો દ્વારા આવરિત હોય છે. MON વાંચો.
-
ઇથિલિન ઑક્સાઇડ કોમર્શિયલ સ્ટરિલાઇઝર્સ માટે એર ટૉક્સિક નિયમ.
ક્લિન એર એક્ટ દ્વારા નિર્દેશિત કર્યા મુજબ, EPA ઘણા કોમર્શિયલ સ્ટરિલાઇઝર્સમાંથી EtO ના ઉત્સર્જનનું નિયમન કરે છે. એજન્સી, 1994માં જેને પ્રસ્થાપિત કરવામાં આવેલ હતો અને છેલ્લે 2006માં અદ્યતન કરવામાં આવેલ હતો એ નિયમની સમીક્ષા કરી રહી છે. નિયમની ટેકનોલોજિ સમીક્ષા, જે કાયદા દ્વારા જરૂરી છે, તે બાકી છે. ટેકનોલોજિ સમીક્ષા દરમિયાન, ખર્ચ અને વ્યવહાર્યતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે અગાઉના કોઈપણ નિયમન ન પામેલ બહાર કાઢેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને EPA, 2006 થી લઈને અત્યાર સુધીની પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને નિયંત્રણ ટેકનોલોજિમાં થયેલ વિકાસની તપાસ કરશે. આ નિયમની વર્તમાન સમીક્ષાના ભાગ રૂપે, EPA એ પ્રસ્તાવનાના વિકાસ માટે જરૂરી સંખ્યાબંધ પગલાં લીધાં છે, જેમાં EtO ના ઉત્સર્જન, સાધનોની સંરચના અને પ્રક્રિયાઓ અને સંભવિત નિયંત્રણ વ્યૂહરચનાઓ અંગેના ડેટા અને માહિતી મેળવવાનો સમાવેશ થાય છે. ઉપરાંત, લગભગ એક ચતુર્થાંશ સ્ટરિલાઇઝર્સ નિયમની આધીનતાને કારણે નાના વ્યવસાયો છે, કાયદા દ્વારા EPA ને નાના વ્યવસાયની હિમાયત સમીક્ષા પેનલની જરૂર હતી, જેમાં નાના વ્યવસાયો પર નિયમની સંભવિત અસરોને સમજવા માટે નાની સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વાતચીતનો સમાવેશ થાય છે. EPA એ એપ્રિલ 2021 માં આ નાના વ્યવસાય સાથેનો કરાર પૂર્ણ કરેલ છે. જ્યારે EPA પ્રસ્તાવિત નિયમ જારી કરે છે, ત્યારે એજન્સી તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવે છે, જેથી જનતાને તેની સમીક્ષા કરવાની અને ટિપ્પણીઓ સબમિટ કરવાની તક મળે. EPAને 2022 માં પ્રસ્તાવના જારી કરવાની આશા છે. સ્ટરિલાઈઝેશન સવલતો માટે ઇથિલિન ઑક્સાઇડ ઉત્સર્જન માનકો વિશેની વધુ માહિતી વાંચો.
એજન્સીએ કેટલીક વધારાની કેમિકલ સેક્ટરની સોર્સ કેટેગરીઝ માટે તેના નિયમોની સમીક્ષા કરવાનું કાર્ય પણ શરૂ કરેલ છે જેમાં સિન્થેટિક ઓર્ગેનિક રસાયણો ઉત્પાદન કરતા ઉદ્યોગ, પોલિઇથર પોલીઓલ્સ પ્રોડક્શન અને રસાયણ ઉત્પાદન કરતા વિસ્તારના સ્ત્રોતોનો સમાવેશ છે. આ જટિલ નિયમો બનાવેલ છે, જેને પૂર્ણ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે.
EPA, EtO ઉત્સર્જન ઘટાડવા માટે રાજ્યની એર એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે
U.S.,માં હવાની ગુણવત્તાનું સંચાલન કરવાની જવાબદારી EPA અને રાજ્ય, સ્થાનિક અને આદિજાતિ એર એજન્સીઓ દ્વારા વહેંચવામાં આવેલ છે. કેટલાક રાજ્યો તેઓના અધિકારક્ષેત્રોમાં EtO ને નિયંત્રિત કરવા માટે - EPA ની નિયમનિર્માણ પ્રક્રિયા જે પરિપૂર્ણ કરી શકે છે તેના કરતા ઘણી વખત વધુ ઝડપથી કામ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, જ્યોર્જિયામાં, રાજ્યએ એટલાન્ટા વિસ્તારમાં બે કોમર્શિયલ સ્ટરિલાઇઝર્સ સાથે કામ કરેલ છે, જેમણે EtO ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સાધનો સ્થાપિત કરેલ છે. ઇલિનોઇસમાં, એક કોમર્શિયલ સ્ટરિલાઇઝર્સએ રાજ્યના નવા કાયદાની જરૂરિયાત મુજબ સ્ટેટ-ઑફ-દ-આર્ટ પ્રદૂષણ નિયંત્રણો બેસાડેલ છે. અને મિસૂરીમાં, એક કોમર્શિયલ સ્ટરિલાઈઝર સ્વૈચ્છિક રીતે પ્રદૂષણ નિયંત્રણો સ્થાપિત કરી રહ્યું છે. EPA, આ કાર્યના ભાગરૂપે એર એજન્સીઓને ટેકનિકલ સહાય પૂરી પાડે છે. વધુમાં, EPA બહારની હવામાં રહેતા EtO ના લાંબા ગાળાના વિગોપનથી થતા જોખમો વિશે સમુદાયો સાથે માહિતી શેર કરવા માટે એર એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.
EPA, કામદારો પર EtO ની અસર ઘટાડવા માટે કામ કરી રહી છે
OSHA એ ફેડરલ (સંઘીય) એજન્સી છે જે કામદારોને તેઓના કાર્યસ્થળે હાનિકારક પદાર્થોના વિગોપન સામે રક્ષણ આપે છે, EPA પણ EtOનો સ્ટરિલન્ટ તરીકે, જેને જંતુનાશકનો એક પ્રકાર ગણવામાં આવે છે તેનો ઉપયોગ કરવા માટે નોંધણીની શરતોનું પુન:મૂલ્યાંકન કરીને કામદારો પર EtO ની અસર ઘટાડવા માટે કામ કરી રહી છે.
જંતુનાશક લેબલો, જે જંતુનાશક નોંધણીનો એક ભાગ છે અને ફેડરલ (સંઘીય) જંતુનાશક, ફૂગનાશક અને ઉંદરનાશક અધિનિયમ (FIFRA) હેઠળ કાયદેસર રીતે બંધનકર્તા છે, તે દિશાનિર્દેશો અને સાવચેતીઓ ધરાવે છે જે વ્યાખ્યાયિત કરે છે કે કોણ જંતુનાશકનો ઉપયોગ કરી શકે છે, તેમજ ક્યાં, કેવી રીતે, કેટલું અને કેટલી વાર તેનો ઉપયોગ કરી શકાય છે. લેબલનું અનુસરણ કરવામાં નિષ્ફળ જવું એ ફેડરલ કાયદાનું ઉલ્લંઘન છે. જંતુનાશક પ્રોગ્રામ્સ 2020ની EPAની ઑફિસનો ઇથિલિન ઑકસાઈડ માટેનાં જોખમ આકારણીનો મુસદ્દો તેવા નિષ્કર્ષ પર આવે છે કે EtO ચિંતાજનક રીતે શ્વસનના જોખમો ઊભા કરે છે અને કામદારોના સ્વાસ્થ્ય અને આસપાસના સમુદાયોને સુરક્ષિત રાખવા માટે વધારાના શમન (મિટિગેશન) પગલાં લેવા જરૂરી છે.
EPA તબીબી સાધનોને જંતુરહિત કરવા માટે EtO ને અતિ મહત્ત્વપૂર્ણ અને જાહેર આરોગ્યના સંરક્ષણ માટે જરૂરી માને છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) અનુસાર, ઘણા તબીબી ઉપકરણો માટે EtO એ એકમાત્ર સ્ટરિલાઇઝેશનની પદ્ધતિ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વાર્ષિક ધોરણે તમામ તબીબી ઉપકરણોમાંથી લગભગ 50 ટકાને EtO દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે. EtO સારવાર એ હર્બ્સ અને મસાલાને જંતુરહિત કરવા માટે પણ ઉપયોગમાં લેવાતી એક મુખ્ય પદ્ધતિ છે. મસાલા ઉદ્યોગનો અંદાજ છે કે વાર્ષિક ધોરણે આશરે 32 ટકા હર્બ્સ અને આખા મસાલાને EtO દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે.
EtO ના માનવ સ્વાસ્થ્ય પર થતા જોખમોને ઘટાડવાએ EPA જંતુનાશક નોંધણી સમીક્ષાનું નું ફોક્સ છે. હાલમાં, EtO લેબલ માટે જરૂરી છે કે કામદારો રક્ષણાત્મક વસ્ત્રો અને શ્વસન સંરક્ષણ પહેરે. પ્રસ્તાવિત વચગાળાનો નિર્ણય, જે નોંધણી સમીક્ષા પ્રક્રિયાનું આગામી ચરણ છે, તે કામદારો અને સમુદાયોના EtO ના વિગોપનમાં ઘટાડો કરવા માટેના વધારાના વિશિષ્ટ, વિગતવાર પગલાંની દરખાસ્ત કરશે. જાહેર જનતાને પ્રસ્તાવિત નિર્ણય પર ટિપ્પણી કરવાની તક મળશે.
EtO નો જંતુનાશક તરીકેના ઉપયોગ અંગે EPAના આકારણી સંબંધિત તમામ દસ્તાવેજો www.regulations.gov પરEPA-HQ-OPP-2013-0244 ડૉકિટમાં ઉપલબ્ધ છે. EtO નો જંતુનાશક તરીકે ઉપયોગ કરવા અંગે EPAની આકારણી વિશે વધુ જાણો.(અંગ્રેજીમાં)
EtO અને તેના વિશે વધુ જાણકારી મેળવવામાં અમને મદદરૂપ થતા સાધનો અંગેની અમારી સમજણમાં સુધારો કરવો
વર્તમાન હવાના નિયંત્રણના પ્રયાસો
તાજેતરના વર્ષોમાં, રાજ્યની ઘણી હવાઈ એજન્સીઓએ જાણીતા ઔદ્યોગિક સ્ત્રોતો જે EtO ને બહારની હવામાં મુક્ત કરે છે તેની નજીકમાં EtO માટે હવાનું નિયંત્રણ હાથ ધરેલ હતું. EPA, ઉચ્ચ સાંદ્રતામાં EtO નિયંત્રણના પરિણામોમાં વિશ્વાસ ધરાવે છે -- એવી સાંદ્રતા કે જે EtO ના ન્યૂનતમ સ્તરથી ઉપર છે જે વર્તમાન માપન પદ્ધતિઓ શોધી શકે છે. આમાં એવી સાંદ્રતાઓનો સમાવેશ થાય છે જે ઔદ્યોગિક સ્ત્રોતોના તાત્કાલિક ડાઉનવિન્ડનું માપન કરે છે જે સ્ટેટ-ઑફ-દ-આર્ટ નિયંત્રણ ટેકનોલોજિ ધરાવતા નથી.
EPA અને અન્ય એજન્સીઓ પણ સંખ્યાબંધ સ્થાનો પર EtO માટે બે લાંબા ગાળાના નિયંત્રણ નેટવર્કથી દેખરેખ રાખી રહી છે જેનો ઉપયોગ હવાના ઝેરી પ્રદૂષકોના વલણોને ટ્રૅક કરવા માટે થાય છે (આ નેટવર્ક ચોક્કસ ઔદ્યોગિક સ્ત્રોતો પર કેન્દ્રિત કરતું નથી). આ નિયંત્રણના કેટલાક પરિણામો, જોકે, ઘણી ઓછી સાંદ્રતા મૂલ્યો દર્શાવે છે––મેથડ ડિટેક્શન લેવલની આસપાસ––અને EPA આ ડેટામાં ઓછો વિશ્વાસ ધરાવે છે. EtO ના આ નીચા સ્તરો સૂચવે છે કે બહારની હવામાં EtO નું "બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ )" સ્તર છે, EPA વર્તમાન માપન પદ્ધતિઓ સાથેની અનિશ્ચિતતાને કારણે ચોક્કસ બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ ) EtO સ્તરો વિશે હજુ પણ ચોક્કસ નથી. ઇથિલિન ઑક્સાઇડના બેકગ્રાઉન્ડ સ્તરોને સમજવામાં EPAની કામગીરી અંગે વધુ જાણો
EtO વિશે વધુ સારી રીતે સમજવા અને માપન કરવા માટે સંશોધન હાથ ધરવું
EPA બહારની હવામાં રહેલ EtOનું માપન કરવાની આપણી ક્ષમતામાં સુધારો કરવાની રીતો પર સંશોધન કરી રહ્યું છે. આ સંશોધન EtO ઉત્સર્જનના સ્ત્રોત (જેમ કે ઔદ્યોગિક સવલતો)ના માપન અને બહારની હવામાં EtO સાંદ્રતાના માપનમાં સુધારો કરવામાં મદદરૂપ થશે. હવામાં કેટલું EtO રહેલ છે તે સમજવું અને સમુદાયને મદદરૂપ થવા ક્યું મહત્ત્વનું પગલું લેવું જે તેઓના જોખમને સારી રીતે સમજી અને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ઉત્સર્જનોમાં ઘટાડો કરી રહ્યું છે. તે અમને બેકગ્રાઉન્ડ EtO ની સંભવિત ઉત્પત્તિ નિર્ધારિત કરવામાં પણ મદદરૂપ થશે. આ સંશોધન માટેના ઉદ્દેશો આ મુજબ છે:
- EtO ઉત્સર્જનના સ્ત્રોત અને બહારની હવામાં રહેલ EtO ના સંભવિત હાલના માપન છે તેના કરતા ઓછી સાંદ્રતા સહિત, વિવિધ સ્તરો પર EtOના માપનને સક્ષમ બનાવે છે.
- વર્તમાન પદ્ધતિ સાથે 12- અને 24-કલાક પરીક્ષણ ક્ષમતાઓની તુલનામાં, EtO નું સતત અથવા લગભગ નિરંતર ધોરણે માપન કરવા માટે વાસ્તવિક સમય પરીક્ષણ ક્ષમતા પ્રદાન કરે છે.
- સંભવિત સ્ત્રોતોને ઓળખવા માટે હિતનાં ક્ષેત્રોમાં EtOનું માપન કરે છે.
- EtO વાતાવરણમાં હવાનાં અન્ય પ્રદૂષકો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેને વધુ સારી રીતે સમજવા માટે મોડેલિંગ ક્ષમતાઓમાં સુધારો કરે છે અને પર્યાવરણમાં EtO ની ગતિવિધિ અને વિતરણનો અંદાજ મેળવે છે.
સ્ટરિલાઈઝેશન સવલતો માટે રિપોર્ટિંગની જરૂરિયાતોને વિસ્તૃત કરવી
EPA, EtO પરના ટૉક્સિક્સ રિલીઝ ઈન્વેન્ટરી (TRI) રિપોર્ટિંગને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે જેમાં EtO નો ઉપયોગ કરતી અમુક કરારબદ્ધ સ્ટરિલાઈઝેશન સવલતોનો સમાવેશ થાય જેની હાલમાં EPA ને આ માહિતીની જાણ કરવાની જરૂર નથી. ઈમરજન્સી પ્લાનિંગ એન્ડ કમ્યૂનિટિ રાઈટ-ટુ-નો એક્ટ (EPCRA) સેક્શન 313(b)(2) EXIT હેઠળ, EPA ઍડમિનિસ્ટ્રેટર (વ્યવસ્થાપક) પાસે રસાયણની ઝેરી અસર આધારિત વિશિષ્ટ સવલતો માટે, અન્ય સવલતો જે રસાયણો છોડે તેની નજીકની સવલતો કે વસ્તી કેન્દ્રો માટે રિપોર્ટિંગની જરૂરિયાતોને વિસ્તૃત કરવાની વિવેકાધીન સત્તા છે, સવલતમાં રસાયણ છોડવાનો કોઈપણ ઇતિહાસ હોય તો, અથવા અન્ય પરિબળો જે ઍડમિનિસ્ટ્રેટરને યોગ્ય લાગે છે.
ડિસેમ્બર 2021 માં, EPA એ 29 સવલતોમાં EtO માટે TRI રિપોર્ટિંગ જરૂરિયાતોને વિસ્તૃત કરવાનો નિર્ણય જારી કર્યો હતો. કેટલીક સવલતોએ ઇથિલિન ગ્લાયકોલ માટે પણ જાણ કરવી જરૂરી છે. આ નિર્ણયની જાહેરાત કરતી ફેડરલ રજિસ્ટર સૂચના વાંચો. EXIT આ સવલતોએ જાન્યુઆરી 2022માં તેમની રાસાયણિક પ્રવૃત્તિઓ અને રસાયણો મુક્ત કરવાનું અને અન્ય કચરાના જથ્થાના સંચાલનને ટ્રૅક કરવાની શરૂઆત કરવાની રહેશે અને, જો યોગ્ય હોય તો, 2023ની શરૂઆતથી જ TRI ડેટા સબમિટ કરવા.
વધુ જાણકારી મેળવવા માટે: https://www.epa.gov/toxics-release-inventory-tri-program/epas-discretionary-authority-extend-tri-reporting-requirements
TRI એ વાર્ષિક ધોરણે મુકત કરાતા રસાયણ, કચરાનું સંચાલન, અને પ્રદૂષણ નિવારણ પ્રવૃત્તિઓ જે લગભગ 21,000 ઔદ્યોગિક અને ફેડરલ (સંઘીય) સવલતો દ્વારા અહેવાલિત જાણકારી મેળવવા માટેનું એક સંસાધન છે.
કરારબદ્ધ સ્ટરિલાઈઝેશન સવલતોમાં કામ કરતા કામદારો અને સમુદાયો જે EtOનો ઉપયોગ કરે છે - જેમાં ઐતિહાસિક રીતે પછાત સમુદાયોનો સમાવેશ થાય છે - આ સવલતોની નજીક રહેતા લોકો EtO થી વિગોપિત થવાના સંભવિતપણે સૌથી વધુ જોખમો ધરાવે છે. EtO ના છોડાણો વિશે વધુ માહિતી ઉપલબ્ધ કરીને જેઓ આ સવલતોની નજીક રહે છે તે સમુદાયોને જાણ કરશે અને આવા છોડાણોને કારણે થઈ શકે એવા કોઈપણ માનવ સ્વાસ્થ્ય પરના અને પર્યાવરણીય જોખમોને ઓળખી અને પ્રતિક્રિયા આપવામાં એજન્સીને મદદરૂપ થશે. TRI ને રસાયણોના છોડાણોની જાણ કરવાથી તે કંપનીઓને તેઓના ઉપયોગ અને પ્રદૂષકોના ઉત્સર્જન વિશે વધુ માહિતગાર બનાવે છે અને કંપનીઓને તેવા ઉત્સર્જનો ઘટાડવાના માર્ગો શોધવા તરફ દોરી જઈ શકે છે.